Text
માનનીય WhatsApp ગ્રુપના નામ મુજબ ના હોદા ધરાવતા સાહેબશ્રી, @all
વિષય : ગ્રુપની ગરિમા જાળવવા બાબત.
સંદર્ભ : અનુભવ આધારે
સવિનય સાથ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, આપણા ગ્રુપની ગરિમા જાળવવા માટે સૌ સાથે મળી નીચે મુજબ ની તકેદારી રાખીએ. કારણ કે ગ્રુપમાં નામ મુજબ ના વિદ્યાસહાયક થી લઈ ને વિદ્યાસમિક્ષા કેન્દ્ર સુધીના મિત્રો ગ્રુપમાં છે.
1. ગવર્નમેન્ટ ઓફિસિયલ લિંક અને ડ્રાઈવ લિંક સિવાય ગ્રુપમાં કોઈ પણ જાત ની WhatsApp તેમજ અન્ય સોશિયલ મિડિયા લિંક ન મૂકવા વિનંતી.
2. અહીં મૂકવામાં આવતી માહિતી 7 દિવસ માં ઓટો ડિલીટ થતી હોવાથી આપને ઉપયોગી માહિતી અન્ય જગ્યા એ શેર કરી સેવ રાખવા વિનંતી.
3. ગ્રુપમાં મેસેજ જોતા રહેવું અને એક વાર શેર કરેલ માહિતી ન માંગવા વિનંતી અને માગવામાં માં અવે તો પણ વિનંતી પૂર્વક માંગવા વિનંતી.
4. દરેક લોકો ને મદદરૂપ થવા ગ્રુપમાં માહિતી શેર કરતા રહેવું અન્યથા અનએક્ટિવ મેમ્બર ને રિમુવ કરવામાં આવશે. અને એક વાર શેર થયેલ માહિતી બીજી વાર ન મૂકવા વિનંતી.
5. ગ્રુપ આપણા બધાનું અને બધા માટે છે તો સાથ સહકાર આપવા વિનંતી.
લી. ગ્રુપના એક્ટિવ મેમ્બરો વતી...
જય શ્રી કૃષ્ણ સર્વે પરિવારજનોને... તમે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે તે અમને અહીં સર્વેને હૃદય થી ગમ્યું છે. અમારા આશીર્વાદ આપ સૌ ની સાથે છે. આપ બધા ખુશ રહો તેવા શુભઆશિષ સર્વેને... મારા સર્વે વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ...
______________________________________________
સ્નેહી શ્રી...
આપણું અંગત સ્વજન આપણી વચ્ચેથી વિદાય લે ત્યારે ખૂબ જ દુ:ખ થાય અને દુ:ખની ઘડીમાં અમે આપની સાથે જ છીએ. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. શરીર નશ્વર છે એ પણ સત્ય છે. જે જીવાત્મા આપણી વચ્ચે નથી એ આત્માને ચિર શાંતિ, મોક્ષ તથા વૈકુંઠલોક માં નિવાસ થાય એવી શ્રી પરમકૃપાળુ પરમાત્મા ને હૃદયપૂર્વકની પ્રાર્થના તેમજ સ્મૃતિ પુષ્પ અર્પણ.
આપણા સ્વજન હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. આ કઠિન સમયમાં આપ પરિવાર સાથે મજબૂત રહેજો. જો તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય, તો વિના સંકોચ જાણ કરજો. હંમેશા આપની સાથે રહેશું.
લિ.
આપનો સ્નેહી...
______________________________________________
બેઠકનો હેતુ / ઉદ્દેશ
આજની બેઠકમાં એજન્ડામાં સમાવિષ્ટ તમામ મુદ્દાના હેતુઓ સિદ્ધ થાય એ માટે દરેકે સહિયારો પ્રયત્ન કરી બાળકન ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવે અને દરેક બાળક વયકક્ષાને અનુરૂપ એફ.એલ.એન. સિદ્ધ કરે તેમજ નિપુણ ભારત અંતર્ગત તેમજ નવી શિક્ષણ નીતિ મુજબ પાયાનું ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રયત્ન કરવો.
MOM (મિનીટ્સ ઓફ મીટીંગ) / બેઠક કાર્યવાહી નોંધ
આજ રોજ શાળા ખાતે સી.આર.સી ના અધ્યક્ષ સ્થાને શાળા કક્ષાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમા હાજરી પત્રક મુજબના સભ્યો હાજર હતા. કોરમ પુર્ણ થતાં બેઠકની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. જેમાં સભ્યોને અગાઉથી મોકલવામાં આવેલ કાર્યસુચી મુજબ ક્રમાનુસાર એજન્ડા ને અનુલક્ષીને નિર્ણય લઈ કાર્યવાહી અર્થે કામગીરીની ચર્ચા કરી સોંપણી કરવામાં આવી તેમજ શાળા ની અગાઉની સમીક્ષા બેઠક ની કામગીરી ની સમીક્ષા કરી આગળની કરવાની થતી કામગીરીની જવાબદાર વ્યક્તિને સોંપવામાં આવી તેમજ સમય મર્યાદામાં પૂર્ણ કરવા માર્ગદર્શક સૂચના આપવામાં આવી.
______________________________________________
*વિષય : પ્રવેશોત્સવ / UDISE+ ફોર્મ મીટીંગ મા હાજર રહેવા બાબત.*
*સમય :* સવારે ૮ : ૩૦ કલાકે
*સ્થળ :* ગોમટા કુમાર તાલુકા શાળા
*નોંધ :* મીટીંગ માં સમયસર આપેલ પત્રક મુજબ ની માહિતિ સાથે હાજર રહેવુ.