◆ પ્રાર્થના માટે ◆ ◆ દીપ પ્રાગટય માટે ◆ ➡️ વક્રતુંડ મહાકાય,સૂર્ય કોટી સમપ્રભ. નિર્વિઘ્નં કુરુમે દેવ,સર્વ કાર્યેશું સર્વદા. ➡️ શુભં કરોતુ કલ્યાણં, આરોગ્યં ધનસંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જયોતિ નમોસ્તુતે...! ◆ અતિથિના સ્વાગત માટે ◆ ➡️ કોયલ ને કુંજ વિના ન ચાલે ભમરા ને ગુંજન વિના ન ચાલે તમે તો અમારા એવા સ્નેહીજનો અમને તમારા સ્વાગત વિના ન ચાલે. ➡️ દરિયાકિનારે બેસી હું મોજાને સાંભરું, પર્વત પર ચડી હું પથ્થરને સાંભરું, એવો તો મોકો મળયો છે મને, મારી જાતને ભુલી મહાનુભવોને સાંભળું. ➡️ તમારા અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફુલોની નીચી નજર થઇ ગઇ છે. ➡️ ઉપસ્થિત તમે છો તો, લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. જો ન તમે હો તો,બધા કહી ઊઠે કે; વિધાતાની કોઈ કસર રહી ગઈ છે. ➡️ અવસર છે રૂડો આજ આંગણે, ને હૈયે હરખ ઘણોયે વરતાય છે ! આપ તણી અહીં હાજરી નિરખી, અમ આંખલડી આજ ઉભરાય છે. ➡️ આપ આયે તો લગા જિંદગી અપની તો નિહાલ હૂઈ, મન જૈસે કશ્મીર હૂઆ ઓર આંખે નૈનિતાલ હૂઇ. ➡️ છે રસમ અહીંની જુદી, ને છે રિવાજોયે નોંખા...! અમારે મન તો કેવળ, શબ્દો જ કંકુ ને ચોખા. ➡️ અમે હૈયાના હરખથ...